મિશન અને વિઝન

Page Title

Home / મિશન અને વિઝન
તંત્રનો મુખ્ય ઉદ્દેશ સહકારી સંસ્થાઓના માધ્યમ દ્વારા જાહેર જનતાને આર્થિક, સામાજીક વિકાસનો, સહકારી ધોરણે બચતની ભાવનાને પ્રોત્સાહન મળે અને સમાજના જુદા જુદા વર્ગોને ધિરાણની સગવડો મળી રહે, તથા એપીએમસીના માધ્યમ દ્વારા ખેડૂતોને ખેત ઉત્પનનો યોગ્ય ભાવો મળી રહે અને સંગ્રહની સુવિધાન મળી રહે તે જોવાનો છે. જ્યારે શાહુકાર ધારા મારફતે દેણદારોને રક્ષણ પૂરું પાડવું અને શોષણમાંથી મુક્ત કરવાનો છે. તથા ફલેટ એકટ મારફતે ફલેટ ધારકોનું છેતરાતાં અટકાવવાનો હેતુ છે. અસરકારક કામગીરી માટે નીચે મુજબ મિશન છે.

વિકાસ

 • વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિનો લાભ લ્યે. સભ્ય બને.
 • વિવિધ પ્રકારની સહકારી મંડળીઓની રચના થાય.
 • આર્થિક ક્ષેત્રે પ્રવૃત્તિનું મહત્વનું યોગદાન વધે.
 • ખેત ઉત્પાદનમાં વેગ લાવવા ધિરાણમાં વૃદ્ધિ-તથા ઇનપુટ પુરા પાડવાની સુવિધા વધારવી.
 • બચતોને પ્રોત્સાહન-થાપણોને સુરક્ષા-કવચ-સરપ્લસ નાણાનો ઉપયોગ વિગેરે બાબતોએ નાગરિક બેંકોને સુદ્દઢ બનાવવી.
 • ગ્રાહક પ્રવૃત્તિને કાર્યરત તથા અર્ધ સભર બનાવવી.
 • અવિકસીત ક્ષેત્રમાં દૂધ સહકારી પ્રવૃત્તિ વિકસાવવી.
 • વધુને વધુ રહેઠાણની સુવિધાઓ હાઉસીંગ મંડળી મારફતે મળી રહે તેવા પ્રયત્નો કરવા.
 • નવા નવા ક્ષેત્રો જેવા કે વીમો-મેડિકલ-વિદ્યુત-હોસ્પિટલ ઇન્ફેરમેશન ટેકનોલોજી જૈવિક-ઔષધિ ઉત્પાદન-શૈક્ષણિક સેવાઓ વગેરે ક્ષેત્રોમાં નવી સહકારી મંડળીઓની રચના કરવી, અન્ય સેવાઓ વગેરે.

સેવાકિય બાબતે

 • સહકારી સંસ્થાઓને સુદઢ અને વેગવંતી બનાવવા નાણાકીય સુવિધાઓ વધારવી.
 • વહીવટી પ્રક્રિયામાં મદદ તથા માર્ગદર્શન આપવું.
 • શોષિત ક્ષેત્રનું સંશોધન તથા શોષણકર્તાઓ સામે પગલાં લેવાં.

ખાતાનું વિજન બાબતે

 • વહીવટી સુધારણાથી પારદર્શક અને લોકાભિમુખ વહીવટ બનાવવો.
 • ઇન્ફરમેશન ટેકનોલોજી વહીવટમાં ગતિ લાવવી.
 • છેક તળીયા સુધીના માણસોને સેવાઓને ઉપલબ્ધ બનાવવી.
 • વહીવટમાં આધુનિકરણ તથા સંતોષપ્રદ સેવાઓ પુરી પાડવી.